<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

રાજકોટ જીલ્લાના બ્રહ્મદેવ સમાજ પ્રમુખ હિતેશભાઈ રાવલનો જન્‍મદિવસ

 

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ, તા.૧૯: ગોંડલ વેપારી મહામંડળના મહામંત્રી તેમજ ભાજપ અગ્રણી હિતેષભાઈ રાવલનો આજે ૧૯ના જન્‍મદિવસ છે.

ગોંડલ નગરપાલીકા સદસ્‍ય ધર્મપત્‍ની નયનાબેન હિતેષભાઈ રાવલ છે. ગોંડલમાં છેલ્લા ૧૫ વર્ષથી સામાજીક કાર્ય તેમજ ગરીબ પરિવારને જરૂરીયાત પ્રણામે મદદ કરવામાં આવે છે. હિતેષભાઈ રાવલ ગોંડલમાં નાની ઉંમરમાં મોટુ નામ છે. સામાજીક સંસ્‍થા સાથે જોડાયેલ છે. રાજકોટ જીલ્લા બ્રહ્મદેવ સમાજના પ્રમુખ તેમજ ગોંડલ ચિભડીયા બ્રહ્મ સમાજ પ્રમુખ અને ગોંડલ વેપારી મહામંડળના મહામંત્રી તેમજ ભાજપ અગ્રણી તરીકે છે. તેઓના ઉમદા અને પ્રમાણીક સ્‍વભાવના કારણે તેમના વિશાળ અવધ મિત્ર મંડળમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસે તેમના મો.૯૮૨૫૨ ૬૩૩૬૪ ઉપર સગા, સબંધી, સ્‍નેહીજનો તથા મિત્રો તરફથી શુભેચ્‍છાઓ વરસી રહી છે. (

(1:16 PM IST)