તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
પૂર્વ કોર્પોરેટર અને માલધારી અગ્રણી પોપટભાઇ ટોળીયાનો જન્મદિવસ

સામાકાંઠા વિસ્તારના ભાજપના અગ્રણી અને જુના વોર્ડ નં. ૭ ના પુર્વ કોર્પોરેટર માલધારી સમાજના આગેવાન પોપટભાઇ ટોળીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના પ૭ વર્ષ પૂર્ણ કરી પ૮ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ઉપલાકાઠા વિસ્તારના જુના વોર્ડ નં. ૧ર ના પ્રમુખ તરીકે તેમજ જુના વોર્ડ નં. ૭ માં ર૦૦પ થી ર૦૧૦ ની ટર્મમાં કોર્પોરેટર તરીકે તેમજ મહાનગરપાલિકામાં ડ્રેનેજ સમિતિના ચેરમેન, માર્કેટિંગ યાર્ડના ડિરેકટર તરીકે અને વિવિધ સમિતિઓના સદસ્ય તેમજ શહેર ભાજપ માલધારી સેલના કન્વીનર તરીકે રહી ચૂકયા છે. હાલમાં રાજકોટ શહેર ભાજપ કારોબારી સભ્ય છે.માલધારી યુવા પરિષદના પ્રમુખ ,ગોપનંદન ગ્રુપના માર્ગદર્શક તરીકે સેવા આપી રહયા છે. પોપટભાઇ ટોળીયાને જન્મદિવસ નિમિતે તેમના મો.નં.૯૮૨૪૫ ૧૯૧૦૧ ઉપર શુભેચ્છા મળી રહી છે
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
