<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

શહેર ભાજપ લીગલ સેલ યુવા સહાયક ટીમના એડવોકેટ અભિષેક શુકલનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ શહેર ભાજપ લીગલ સેલ યુવા સહાયક ટીમના એડવોકેટ અભિષેક શુકલનો આજે જન્‍મદિવસ છે. તેઓએ પોતાના યશસ્‍વી જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. પિતા નલિનભાઈ રાજકોટના સિનિયર એડવોકેટ છે. દાદા બળવંતભાઈ પણ ધારાશાષાી હતા.

અભિષેક શુક્‍લાએ કાયદાના અભ્‍યાસ બાદ પિતા અને દાદાના પગલે વર્ષ ૨૦૧૧માં વકીલાતની સનદ મેળવી હતી. તેઓ જુદી જુદી બેંકો, મંડળીઓ અને સંસ્‍થાઓમાં પેનલ એડવોકેટ છે. ઉપરાંત તેઓ ભાજપ સાથે પણ જોડાયેલ છે. તાજેતરમાં તેઓને શહેર ભાજપ લીગલ સેલના સંસદીય મત વિસ્‍તારના સહ ઇન્‍ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આજે તેમના જન્‍મદિવસે મો. નં. ૯૭૩૭૬ ૯૯૦૦૦ ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(2:25 PM IST)