તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
એડવોકેટ અશ્વિન મહાલિયા અને પુત્ર ધ્રુવ મહાલીયાનો જન્મદિવસ

રાજકોટઃ તા.ર૪, રાજકોટ બાર એસોસીએશનના સભ્ય તેમજ ફોજદારી રેવન્યુ પ્રેકટીસ કરતા એડવોકેટ એન્ડ નોટરી શ્રી અશ્વિન મહાલિયા તથા તેમના પુત્ર ધ્રુવ અશ્વિન મહાલિયાનો આજે જન્મદિવસ છે.
અશ્વિન મહાલિયા રાજકોટમાં છેલ્લા ૧૭ વર્ષથી વકીલાતનાં વ્યવસાય સાથે તેમજ છેલ્લા ૧ર વર્ષથી નોટરી તરીેક પણ સેવા આપી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનાં બી.જે.પી. લીગલ સેલમાં શહેર કારોબારી તેમજ રાજકોટ શહેરના વોર્ડ નં. ૪ માં બુથ વાલી તરીકે સેવા આપી ચુકયા છે. આ ઉપરાંત તેઓએ રાજકોટ શહેર તકેદારી સમિનિા સભ્ય તરીકે પણ સેવા આપેલ છે, તેમજ તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પછાત વર્ગ કર્મચારી મંડળના લીગલ એડવાઇઝર તરીકે પણ સેવા આપે છે. અશ્વિન મહાલિયા મિલનસાર સ્વભાવ ધરાવતાં હોવાથી જુનિયર-સીનીયર વકીલશ્રીઓમાં લોકપ્રિય છે, જેથી તેઓનાં તેમજ તેમના પુત્ર ‘ધ્રુવ મહાલિયા' ના જન્મદિવસ નિમિતે જુનિયર-સિનીયર વકીલશ્રીઓ તેમજ મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ મો. નં. ૯૯૭૯૬ ૦૦૭૮૭ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
