<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ધ્રોલના લતીપુરના અગ્રણી ગૌસેવક જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ગણેશભાઈ મુંગરાનો જન્‍મદિવસ

 

જામનગર જિલ્લાના રાજકીય ફલક પર જેમનું નામ આદરપૂર્વક લેવાય છે અને જેમના હૃદયમાં ગૌમાતા માટે અતૂટ શ્રદ્ધા વસે છે, તેવા ધ્રોલ તાલુકાના લતીપુર ગામના વતની અને જામનગર જિલ્લાના રાજકીય તથા સામાજિક ક્ષેત્રના જાણીતા અગ્રણી શ્રી ગણેશભાઈ મુંગરાનો આજે જન્‍મદિવસ છે. સેવા, સંગઠન અને ગૌસેવાને વરેલા ગણેશભાઈના જીવનનો મોટો હિસ્‍સો જનસેવામાં પસાર થયો છે.

ગણેશભાઈ મુંગરાની ઓળખ માત્ર એક રાજકીય નેતા તરીકે જ નહીં, પણ એક સાચા ‘ગૌસેવક' તરીકેની છે. વર્ષ ૨૦૦૦ની સાલથી તેઓ ‘શ્રી જીવદયા ગૌસેવા સમાજ ટ્રસ્‍ટ - લતીપર' સાથે જોડાયેલા છે. હાલમાં તેઓ આ ટ્રસ્‍ટમાં મંત્રી અને સંચાલક તરીકે પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી ગૌમાતાની ચાકરી અને જીવદયાના કાર્યોમાં તેમનું યોગદાન અમૂલ્‍ય રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના પાયાના અને નિષ્‍ઠાવાન કાર્યકર તરીકે ગણેશભાઈએ વર્ષો સુધી પક્ષને મજબૂત કરવાનું કામ કર્યું છે. વર્ષ ૧૯૯૬માં તેમણે ધ્રોલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે યુવા સંગઠનનું નેતળત્‍વ કર્યું હતું. ત્‍યારબાદ લતીપુર જિલ્લા પંચાયત બેઠક પરથી ભવ્‍ય વિજય મેળવી લોકપ્રતિનિધિ તરીકે ઉભરી આવ્‍યા હતા. તેમણે જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન તરીકે જિલ્લાના વિકાસ કાર્યોમાં મહત્‍વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, આશરે ૧૯ વર્ષ સુધી જામનગર જિલ્લા ભાજપમાં ઉપ પ્રમુખ અને મંત્રી જેવા જવાબદારીભર્યા હોદ્દાઓ પર રહીને પક્ષના સંગઠનમાં પાયાની ઇંટ સમાન કામગીરી કરી છે.

આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે જામનગર જિલ્લાના રાજકીય માંધાતાઓ, સામાજિક અગ્રણીઓ, ગૌસેવકો અને સ્‍નેહીજનો દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૮૯૮૨ ૯૭૦૯૭ પર શુભેચ્‍છાઓનો વરસાદ વરસી રહ્યો છે. (૩૬.૩)

 

(10:51 AM IST)