તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહજી જાડેજાનો જન્મદિન
ગીર સોમનાથ અને રાજકોટના પૂર્વ પોલીસવડા...

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા.૨૬: ગીરસોમનાથ જિલ્લાના પૂર્વ પોલીસ વડા અને રાજકોટના પૂર્વ ડીસીપી અને હાલ અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાનો આજે તા.૨૬ના જન્મદિન છે.
તા. ૨૬-૨-૭૫ના રોજ ધ્રોલ તાલુકાના જાંબુડા ગામે તેઓનો જન્મ થયો હતો. msc કેમેસ્ટરી અભ્યાસ પૂર્ણ કરી વર્ષ ૨૦૧૧ ની સાલમાં gpsc પરીક્ષા તેજસ્વી રીતે પાસ કરી ગુજરાત પોલીસમાં જોડાયા હતા.
પ્રથમ પ્રોબેશનલ dysp તરીકે બનાસકાંઠા ત્યાર બાદ નર્મદા જિલ્લાના રાજપીપળા અને ધોળકા ફરજો બજાવી અને પ્રમોશન મળતા રાજકોટ ડિસિપી દ્યંઁફૂ ૨ અને ત્યાર બાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા અને હાલ અરવલ્લી જિલ્લા પોલીસવડા તરીકે કાર્યરત.
રાજકોટ કાર્યકાળ દરમિયાન અનેક રાજ્યોમાંથી લક્ષ્ઝરી કારોની ચોરી કરતી ગેંગો ઝડપી સલામત રાજકોટ અહેસાસ કરાવ્યો.
ગીર સોમનાથ માં રૂપિયા ૨૫૦ કરોડ ડ્રગ્સ જંગી ઝથ્થો ઝડપી ઇતિહાસમાં પ્રથમ પોલીસ ગૌરવ કામગિરિ બજાવી ખુદ રાજ્યના જિલ્લા પોલીસવડા ખાસ સોમનાથ આવી તેમનું અને સ્ટાફ નું સન્માન કરી રોકડ ઇનામ પ્રસંસા પત્ર એનાયત કર્યું.
અરવલ્લી જીલ્લમાં નોંધપત્ર કામગીરી સર્વ સ્થળો એ નમ્ર વિનય સ્વભાવ કડક હાથે કામગિરિ સ્ટાફ કાળજી ગરીબોને પ્રત્યે માનવતા વદી અભિગમ એવા ગુજરાત પોલીસ ના ગૌરવ વંતા અધિકારી ને જન્મદિવસ પ્રસંગે અભિનંદન શુભેચ્છાઓનો મો.૯૯૭૮૪ ૦૫૯૭૮ ઉપર થઇ રહયો છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
