<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

અમદાવાદના કલેકટર સુજિતકુમાર સચિવ બન્‍યા બાદ પ્રથમ જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના સૌથી મોટા ગણાતા અમદાવાદ જિલ્લાના કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી સુજિતકુમાર (આઈ.એ.એસ. ૨૦૧૦) નો જન્‍મ તા. ૨૬ ફેબ્રુઆરી ૧૯૮૪ ના દિવસે થયેલ. આજે  ૪૩ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મુળ બિહારના વતની છે. સચિવ કક્ષાએ બઢતી બાદ તેમનો પ્રથમ જન્‍મદિન છે.

શ્રી સુજિતકુમાર ભૂતકાળમાં બનાસકાંઠામાં સપ્‍લીમેન્‍ટરી મદદનિશ કલેકટર, થરાદમાં મદદનિશ કલેકટર, અમરેલીમાં જિલ્લા વિકાસ અધિકારી, બોટાદમાં જિલ્લા કલેકટર, દિલ્‍હીમાં ઉપરાષ્‍ટ્રપતિ તથા કેન્‍દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને સર્બાનંદ સોનોવાલના અંગત સચિવ તેમજ ભાવનગરના મ્‍યુનિસિપલ કમિશનર તરીકે રહી ચુકયા છે.ફોન નં.૦૭૯-૨૭૫૫૧૬૮૧, મો. ૯૯૭૮૪ ૦૬૨૦૧ અમદાવાદ

(4:03 PM IST)