તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
જસદણની શ્રીનાથજી હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલનો આજે જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૮: જસદણ શ્રીનાથજી હવેલીના પ્રમુખ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ, પટેલ કુળદેવી મંદિરના પ્રમુખ , શ્રી વેણીલાલ કલ્યાણી હાઇસ્કુલ જસદણના ટ્રસ્ટી સહિતની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રી કિરીટભાઈ ચંદુલાલ પટેલનો આજે જન્મ દિવસ છે. જસદણના વતની તેમજ શ્રીનાથજી બાવામાં અપાર શ્રદ્ધા ધરાવતા કિરીટભાઈ પટેલ નાના સાથે નાના અને મોટા સાથે મોટા મુજબ વર્તન કરતા હોય છે. અતિ શ્રીમંત હોવા છતાં નાના, ગરીબ અને મધ્યમ વર્ગ સાથે પણ પ્રેમથી વ્યવહાર અને વર્તન કરતા હોય છે. સત્યપ્રિય, નિષ્ઠાવાન, લાગણીશીલ, પ્રેમાળ, પ્રમાણિક, દરેક કાર્ય ચોક્કસાઈ પૂર્વક શ્રેષ્ઠરીતે કરવાના માહિર અને સદા મોજમાં રહેતા કિરીટભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે તેમના મોબાઈલ નંબર ૯૮૭૯૮૭૧૮૧૮ ઉપર જન્મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
