તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
બ્રિજેશ મેરજાના હાથમાં રંગ, રાખે કોરુ મન, જાહેર જીવન એનું વૃંદાવન... કાલે જન્મદિન

રાજકોટઃ હું તો માત્ર શ્વેત લકીર, તમે સાત રંગનો સાથિયો, હું ભળી શકુ બધા રંગમાં, મને બેઉ હાથે મિલવાજો.. આ પંકિત જાહેર જીવનમાં સૌની સાથે હળીમળીને રહેતા સર્વના સર્વકાલીન સ્નેહી શ્રી બ્રિજેશ મેરજાને લાગુ પાડી શકાય તેવી છે. આવતી કાલે માર્ચ મહિનાના પહેલા જ દિવસે તેઓ મધુર જીવનના ૬૯માં વર્ષના દ્વારે પહોંચશે (જન્મ વર્ષ ૧૯૫૮)
મુળ મોરબીના ચમનપરના વતની કડવા પાટીદાર રત્ન શ્રી બ્રિજેશ મેરજા રાજયના ૧૨ મંત્રીઓના પી.એ કે પી.એસ. તરીકે રહી ચૂકયાનું માન ધરાવે છે. તેઓ મોરબીના ધારાસભ્ય તેમજ રાજયના પંચાયત અને શ્રમ રોજગાર મંત્રી તરીકે કામગીરી કરી ચૂકયા છે. તેમનો જનસંપર્ક અવિરત રહયો છે ભાજપ દ્વારા તેમને પ્રસંગોપાત જુદી જુદી જવાબદારી સોપવામાં આવતી રહે છે. મચ્છુના વહેતા પાણી જોતા-જોતા રાજકીય રીતે ‘પાણીદાર' થઇ ગયા છે. સારા દેખાવા કરતા, સારા રહેવાનો તેમનો પ્રયાસ હોય છે. ધૂળેટીએ રંગ લગાડતા અને વગર ધૂળેટીએ ‘રંગ' બદલતા લોકોને ઓળખી શકે છે. બ્રિજેશ મેરજા માટે જોગાનુંજોગ હોળી-ધૂળેટીના તહેવાર ટાણે જ જન્મદિન આવ્યો છે. રંગો કા ત્યોહાર ઓૈર શુભકામના કી બહાર...મો ૯૮૭૯૫ ૨૩૦૭૯ ગાંધીનગર
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
