<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

વકીલોમાં લોકચાહના ધરાવતા ધારાશાસ્ત્રી ભાર્ગવ ડી. બોડાનો આજે જન્‍મ દિવસ

રાજકોટ, તા. ૫: રાજકોટના યુવા ધારાશાષાી ભાર્ગવ ડી. બોડાનો આજે તા. ૦૫/૦૩/૨૦૨૬  ના રોજ જન્‍મ દિવસ છે. તેઓ રાજકોટના નિત્‍ય રહેવાશી છે અને બ્રહ્મસમાજ માથી આવે છે. તેઓ વર્ષ ૨૦૧૭ થી રાજકોટ ખાતે વકીલાતની શરૂઆત કરેલી હતી. હાલ તેઓ સ્‍વતંત્ર પ્રેકટીશ કરે છે. તેઓ પોતાના સારા અને મળતાવડા સ્‍વભાવથી વકીલ વર્તુળમાં ખુબ જ લોકચાહના મેળવેલી છે. જેમણે જીવનરૂપી સફરમાં ૨૯ વર્ષમા પ્રવેશેલ છે. નાનપણથી જ ખુબ મહેનતું અને સરળ સ્‍વભાવ ધરાવતા બ્રહ્મસમાજના યુવા એડવોકેટ ફોજદારી, સીવીલ, કલેઇમ કેસો તથા કન્‍ઝયુમર ફોરમમાં તથા રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટમા એ. સી. બી., એન.ડી.પી.એસ તથા ગુજસીટોક જેવા ખુબ જ મહત્‍વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલી છે. હાલ શ્રી પ્રગટેશ્વર શરાફી સહકારી મંડળી રાજકોટ લી., એસબીઆઈ કાર્ડ તથા શ્રી કળષ્‍ણમાન કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી રાજકોટ લી. મા લીગલ એડવોકેટ તરીકે રોકાયેલ છે અને કાયદાકીય માર્ગદર્શનની સેવા આપી રહ્યા છે. ખુબ જ ટુંકાગાળામાં રાજકોટના વકીલ વર્તુળમાં ભારે લોકચાહના મેળવેલી છે.

ખાસ કરીને પોતાના બ્રહ્મસમાજના કોઇ પણ કાર્યો કે જાહેર પ્રસંગોમાં હંમેશા અગ્રેસર રહેતા યુવા ધારાશાષાી તરીકે ખુબ જ ટુંકા સમયની વકીલાત મા પોતાની આગવી છાપ ઉભી કરેલી છે. તેમના જન્‍મદિવસ નિમિતે વકીલ મિત્રો, બ્રહ્મસમાજના આગેવાનો, તોહીઓ, સગા-વ્‍હાલાઓ દ્વારા ચોમેરથી તેમના મો. નં. ૮૩૨૦૨ ૧૩૨૭૯ ઉપર તેમજ સોશીયલ મીડિયા મારફતે શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે.

(3:37 PM IST)