તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
સૌરાષ્ટ્ર-કચ્છના સ્ટાર્ટઅપ જગતના પ્રણેતા અને જાણીતા સી.એસ. દર્શિત આહ્યાનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૭: સૌરાષ્ટ્ર અને કચ્છના યુવા ઉદ્યોગસાહસિકો માટે દીવાદાંડી સમાન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં જેમનો સિંહફાળો છે, તેવા જાણીતા કંપની સેક્રેટરી સી.એસ. દર્શિત આહ્યાનો આજે જન્મદિવસ છે. મૂળ પડધરીના વતની અને હાલ રાજકોટ ખાતે ‘D N AHYA & CO.’ ના નામથી સી.એસ. તરીકે સફળ પ્રેક્ટિસ કરતા દર્શિતભાઈએ ટૂંકા ગાળામાં કોર્પોરેટ જગતમાં મોટી નામના મેળવી છે.
સી.એસ. દર્શિત આહ્યા ખાસ કરીને ટ્રેડમાર્ક, કોપીરાઈટ, ડિઝાઈન, કંપની લો (Company Law) અને SARFAESI એક્ટ જેવા જટિલ કાયદાકીય વિષયોમાં ઊંડી પકડ અને નિપુણતા ધરાવે છે. અનેક નવા સ્ટાર્ટઅપ્સને શૂન્યમાંથી સર્જન કરવામાં અને તેમને કાયદાકીય પીઠબળ પૂરું પાડવામાં તેમનું માર્ગદર્શન અત્યંત નિર્ણાયક સાબિત થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસમાં તેમનો ફાળો અતુલનીય રહ્યો છે.
દર્શિત આહ્યા તેમની આ ભવ્ય સફળતાનો શ્રેય માતા-પિતાના આશીર્વાદ અને તેમના જીવનસાથી જલ્પાબેનના નિરંતર સહયોગને આપે છે. પારિવારિક મૂલ્યો અને વ્યાવસાયિક નૈતિકતાના સમન્વય થકી તેઓ આજે આ મુકામ પર પહોંચ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા, ટેલિફોનિક માધ્યમ અને રૂબરૂ મળીને મિત્રો, તોહીજનો, અગ્રણી ઉદ્યોગપતિઓ અને ક્લાયન્ટ્સ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. તેમના મોબાઈલ નંબર ૯૦૩૩૬ ૩૩૨૩૧ પર વહેલી સવારથી જ અભિનંદનનો પ્રવાહ શરૂ થયો છે.(૨.૩૧)
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
