News of Saturday, 14th March 2026
ગોંડલના નામાંકિત ડેન્ટિસ્ટ ડો. લક્ષિત એમ. સાવલિયાનો આજે જન્મદિવસ

ગોંડલ,તા.૧૪: શહેરના જાણીતા ડેન્ટિસ્ટ ડો. લક્ષિત એમ. સાવલિયા નો આજે જન્મદિવસ છે. તેઓ ૧૫ વર્ષથી કૃષ્ણમ ડેન્ટલ હોસ્પિટલ ખાતે ડેન્ટિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે અને અનેક દર્દીઓને આરોગ્યસભર સ્મિત આપ્યું છે.
ડો. સાવલિયા માત્ર ડેન્ટલ ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા છે. તેઓ કૃષ્ણમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કૃષ્ણમ ક્રેડિટ કો-ઓપરેટિવ મંડળીના ડિરેક્ટર તરીકે પણ હંમેશા ચહેરા પર સ્મિત અને ઈશ્વર પ્રત્યે અઢળક શ્રદ્ધા ધરાવતા ડો. લક્ષિતભાઈએ કોરોના જેવી મહામારી દરમિયાન પણ દર્દીઓની સેવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકો તરફથી તેમને દીર્ઘાયુષ્ય, ઉત્તમ આરોગ્ય અને વધુ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. (મો.૮૯૮૦૪ ૦૦૦૧૪)
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
