News of Friday, 20th March 2026
રાજકોટના યુવા કલાકાર અલ્પેશ ટાંકનો જન્મદિવસ

રાજકોટ, તા. ર૦ : યુવા કલાકાર અલ્પેશ ટાંકનો આજે જન્મદિવસ છે. તેમણે આજથી ૧૮ વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મના ભીષ્મપિતા કહી શકાય તેવા સ્વ. સુરેશભાઈ રાવલ (દાદા) પાસેથી અભિનયની તાલીમ લઈને પોતાની એક્ટિંગની કારકિર્દી શરૂ કરેલ, ત્યારબાદ ઘણા બધા ગુજરાતી, હિન્દી, સાઉથ, ભોજપુરી ફિલ્મો, નાટક, ડોકયુમેન્ટરી, સીડી આલ્બમ એડવર્ટાઇઝ, સ્ટ્રીટ પ્લે, ટીવી સીરીયલો, લાઈટ એન્ડ સાઉન્ડ શો વગેરેમાં અભિનય કરેલ છે. વિશ્વ વિખ્યાત ફિલ્મ ડિરેક્ટર પાન નલીનની ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ ૅછેલ્લો શોૅ (Last Film Show) માં પણ અલ્પેશભાઈ કામ કરી ચૂકેલ છે. આ સાથે તેઓએ સંજય દત્ત, ઋત્વિક રોશન, ઝરીના વહાબ, વિજેન્દ્ર કાલા, વ્રજેશ હીરજી, અવતાર ગિલ જેવા બોલિવૂડના ખ્યાતનામ કલાકારો સાથે પણ કામ કરેલ છે. રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનિત થયેલ અલ્પેશભાઈ આકાશવાણીમાં કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે પણ ફરજ બજાવેલ છે. સમાજસેવાના ભાગરૂપે અલ્પેશભાઈ અત્યાર સુધીમાં ૪૧ વખત રક્તદાન પણ કરેલ છે. આજે તેમના જન્મદિવસે અલ્પેશ ટાંક - ૯૭૨૪૫ ૫૫૪૫૦ ઉપર ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
