તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st March 2026
અતરની ઈચ્છા નહી, ખુદ ખુશ્બુ એટલે મનીષ ભટ્ટઃ કાલે જન્મદિન
બાંટકર મૈને હર ખુશી અપની, ફીર નિખારી હૈ રાજનીતિ અપની

રાજકોટ, તા.૨૧: જાહેર જીવનનાં અગ્રણી, રાજકોટ શહેર ભાજપનાં પૂર્વ ઉપાધ્યક્ષ મનીષ ભટ્ટનો તા.૨૨ માર્ચ, રવિવારના રોજ ૫૬ મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા મનીષ ભટ્ટ -રાજકોટ શહેર યુવા ભાજપનાં મંત્રી, ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી, રાજકોટ શહેર ભાજપનાં મંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે યશસ્વી જવાબદારી વહન કરી ચુકયા છે.
વેસ્ટર્ન રેલ્વેના ZRUCCના સક્રિય સભ્ય તરીકે રહી રેલ્વેના પ્રશ્ને અનેક સફળ રજૂઆતો કરી ચૂકયા છે. અસ્મિતા ફાઉન્ડેશન સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ મનીષ ભટ્ટ યુ.એસ.એ.માં યોજાતા ચાલો ગુજરાત ચાલો ઇન્ડિયા આઈના નામની સંસ્થાના એકઝીકયુટીવ કમિટીના સભ્ય તરીકે કાર્યરત છે. તેમજ એનિમલ હેલ્પલાઈન, શ્રીજી ગૌશાળા સહિતની અનેક સંસ્થાઓમાં સક્રિય છે. અનેકવિધ નેશનલ ઇવેન્ટસ/કાર્યક્રમોનું સફળ સંચાલન કરી ચૂકેલા નવી પેઢીના પ્રભાવી વકતા અને વ્યવસાયે એડવોકેટ અને કોર્પોરેટ કન્સલટન્ટ, રીયલ એસ્ટેટ કન્સલટન્ટ છે. મનીષ ભટ્ટના આગવા વ્યક્તિત્વનું જમા પાસું છે. રાજનીતી નહી પણ રાષ્ટ્ર નિતીમાં માનતાં સાહિત્ય પ્રેમી અને કલામર્મજ્ઞ મનીષ ભટ્ટના જન્મદિવસ નિમીતે તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકોની વર્ષા થઈ રહી છે. (મો.૯૮૨૫૪ ૭૭૫૦૧) રાજકોટ.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
