તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 23rd March 2026
જીજ્ઞેશ જોષી વ્યકિત એક, વિશેષતા અનેકઃ જન્મદિનની શુભેચ્છા વર્ષા
વોર્ડ નં. ૧૪ના ભાજપના પ્રભારી માટે યાદગાર દિવસ

રાજકોટ તા. ર૩: ભાજપના વોર્ડ નં. ૧૪ના પ્રભારી જીજ્ઞેશ જોષીનો આજે તા. ર૩/૩ના જન્મદિવસ છે, ત્યારે તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેઓ વર્ષ ૧૯૯પથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ પાર્ટીમાં અનેકવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે. તેમની શરૂઆત બુથ પ્રમુખ, યુવા મોરચાના વોર્ડ ઉપપ્રમુખ, ૧૯૯૮ થી ર૦૦૩ સુધી શહેર ભાજપ મીડીયા સેલ, જુના વોર્ડ નં. ર૩ના પ્રમુખ તરીકે, મહામંત્રી તરીકે, વોર્ડ ઇન્ચાર્જ તરીકે તેમજ વોર્ડ નં. ૧૭ના પ્રભારી, વોર્ડ નં. ૧૮ના પ્રભારી, ર૦ર૩ માં વોર્ડ નં. ૧૪ પ્રભારી અને ર૦ર૬માં ફરી વોર્ડ નં. ૧૪ ના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.
સતત ૬ વર્ષ પુરવઠા સલાહકાર સમિતિના સદસ્ય, ૩ વર્ષ પોલીસ સલાહકાર સમિતિના સદસ્ય તરીકે અને ૩ વર્ષ એસ.ટી. સલાહકાર સમિતિના સદસ્ય તરીકે પણ જવાબદારીઓ નિભાવેલ છે. ઉપરાંત ગુજરાત રાજય સરકારના સ્વામી વિવેકાનંદ યુવક મંડળ શહેર-જિલ્લાના પ્રમુખ તરીકે રહી યુવાનોને રમતગમત ક્ષેત્રે જાગૃતી આવે અને સ્વામી વિવેકાનંદના વિચારોનું યુવાનોમાં સિંચન થાય તે માટે પણ તેઓ સક્રીય રહ્યા છે. શહેરમાં સતત ૧પ વર્ષથી અલગ અલગ વોર્ડમાં પ્રભારી તરીકે સફળ કામગીરી કરી ચુકયા છે અને હાલ પણ વોર્ડ નં. ૧૪ના પ્રભારી તરીકે બે ટર્મથી કાર્યરત છે. આમ શાંત અને સરળ તેમજ મળતાવળો સ્વભાવ છે. આજે તેમના જન્મદિવસ અંતર્ગત તેમના મોબાઇલ નં. ૯૮રપર ૧૩૭૩૩ પર ઠેર-ઠેરથી શુભેચ્છા મળી રહી છે.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
