<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગનો જન્‍મ દિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૧ :  રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ અને જસદણ ભાજપ અગ્રણી અલ્લાઉદ્દીન ફોગનો આજે તા.૧/૪/૨૦૨૬નાં રોજ જન્‍મ દિવસ છે. અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જસદણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરીકે અને રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે અને ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિમાં અને વકફ કમિટીના પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે, સાથે અનેક સેવાકીય સંસ્‍થાઓ સાથે પણ જોડાયેલા છે. તેઓ ભાજપનાં બે મોટા ગજાના આગેવાનના અંગત વિશ્વાસુ છે. રાજકોટ જિલ્લા ભાજપની સૂચનાથી ગઈ નગરપાલિકાઓની યોજાયેલ ચૂંટણીઓમાં ધોરાજી અને જસદણ ખાતે કામગીરી કરેલ હતી.

જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે તેણે ખુબ સારી કામગીરી કરેલ હતી ભારતીય જનતા પાર્ટીમાં તેમનું ખાસુ સારું વર્ચસ્‍વ પણ છે સરળ અને સીધા સ્‍વભાવના અલ્લાઉદ્દીન ફોગનાં જન્‍મ દિવસ નિમિતે રાજકીય અગ્રણીઓ સેવાકીય સંસ્‍થાઓ, ધાર્મિક અગ્રણીઓ લોકો તરફથી તેમના મો.નંબર ૯૪૨૭૨ ૫૩૩૮૮ પર શુભેરછાઓ પાઠવી રહિયા છે.

(11:03 AM IST)