તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
જામજોધપુર જૈન સોશ્યલ ગ્રૂપના સ્થાપક પ્રમુખ પ્રો. સી.એમ. મહેતાનો ૮૧મો જન્મદિવસ

રાજકોટ,તા.૧: જામજોધપુરના જૈન સોશ્યલ ગ્રૂપના સ્થાપક પ્રમુખ અને જામજોધપુર કોલેજના નિવૃત હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમીકસનો આજે પહેલી એપ્રિલના ૮૧મો જન્મદિન છે. પ્રો.સી.એમ. મહેતા ૪૧ વર્ષના શૈક્ષણિક અનુભવ ધરાવે છે. ભુતકાળમાં સોૈ.યુનિ.માં ચેરમેન બોર્ડ ઓફ ઇકોનોમિક તરીકે સતત ત્રણ ટર્મ સુધી સેવા આપી ચુકેલા છે. જે.એસ.જી. ઇન્ટરનેશનલ ફેડરેશન સોૈરાષ્ટ્ર રીજીયનમાં જોઇન્ટ સેક્રેટરી તેમજ વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવેલ છે. યુ.જી.સી. સુચિત અભ્યાસક્રમના સતર જેટલા પુસ્તકોમાં સહલેખક તરીકેની કામગીરી બજાવેલ છે. પ્રો.સી.એમ. મહેતાના આર્થિક અને સામાજિક લીેખો અવાર નવાર પ્રગટ થતા હોય છે. વર્ષોથી બ્લડડોનેશન કેમ્પમાં સક્રિય રસ દાખવી રહેલા છે. ઘણા વર્ષોથી ફ્રી મેરેજબ્યુરોનું સંચાલન કરે છે. પ્રો.સી.એમ. મહેતાનો મો. નં. (૯૪૮૪૮ ૭૩૮૩૯)
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
