તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
સાવરકુંડલાના અગ્રણી સમાજ સેવક ઘનશ્યામભાઈ મશરૂનો જન્મદિવસ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૦૨: સાવરકુંડલાના અગ્રણી સમાજસેવક ઘનશ્યામભાઈ મશરૂનો આજે જન્મદિવસ છે. સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી.
સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશનના સ્થાપક અને પૂર્વ પ્રમુખ. ઘનશ્યામભાઈ પૂજ્ય શ્રી જલારામ બાપાના પરમ ભક્ત છે અને સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ વર્ષોથી સાવરકુંડલા અને જૂનાગઢ વિસ્તારમાં શૈક્ષણિક, સામાજિક અને રાષ્ટ્રહિતની પ્રવૃત્તિઓમાં સક્રિય ફાળો આપી રહ્યા છે.
‘દરિદ્ર નારાયણ સેવા' ના મંત્રને સાર્થક કરતા તેઓ અત્યાધુનિક ટેકનોલોજી અને વોટ્સએપના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓની વ્હારે આવે છે. હોસ્પિટલના કામકાજ કે સારવાર માટે મૂંઝાતા દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને મદદ પૂરી પાડીને તેઓ સાચા અર્થમાં માનવતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૭૦૪૬૦ ૭૬૦૦૦ પર શુભેચ્છાઓનો અવિરત વરસાદ વરસી રહ્યો છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
