<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સાવરકુંડલાનાં પત્રકાર ફારૂક કાદરીનો આજે જન્‍મદિન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૪: સાપ્તાહિક અખબારથી પત્રકારત્‍વ ક્ષેત્રે કારકિર્દીનો શુભારંભ કરી ઇલેક્‍ટ્રોનિક મીડિયામાં સેવા આપતા ફારૂક કાદરી ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭ માં વર્ષમાં પ્રવેશતા શુભેચ્‍છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે છેલ્લા ૧૯ વર્ષથી અમરેલી જિલ્લાનાં પ્રાણપ્રશ્‍નોને વાચા આપીને પત્રકારત્‍વ ક્ષેત્રે હરણફાળ ભરેલા ફારૂક કાદરી સાવરકુંડલાની આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં ગ્રેજ્‍યુએશન સુધી અભ્‍યાસ કરીને નિષ્ઠાવાન પત્રકાર  યાકુબભાઈ રસભર્યાંથી પ્રેરણા લઈને સાપ્તાહિક અખબારથી નીડર પત્રકારત્‍વ કરવા કારકિર્દીનો આરંભ કરીને રાજ્‍યના નામાંકીત અખબારોમાં રીપોર્ટીંગ કરી ચૂકેલા ફારુક કાદરી અમરેલી જિલ્લાનાં નંબર વન અવધ ટાઇમ્‍સ, ગુજરાત સમાચાર, અમરેલી એકસપ્રેસ, દિવ્‍યભાસ્‍કર જેવા નામાંકિત અખબારોમાં રિર્પોટિંગ કરીને જી.એસ.ન્‍યુઝ, એબીપી અસ્‍મિતા બાદ હાલ દેશભરમાં નંબર ૧ ન્‍યૂઝ ચેનલ આજતક, બી.બી.સી.ન્‍યુઝ, દૂરદર્શન અને PTI સાથે સોશિયલ મીડિયાના માધ્‍યમમાં ગુજરાત તક, ન્‍યૂઝ રૂમ, નવ જીવન ન્‍યૂઝમાં અમરેલી જિલ્લામાં રિપોર્ટર તરીકે સેવા આપતા ફારૂક  કાદરીએ ગામડાઓની વ્‍યથા હોય કે જિલ્લાની સમસ્‍યા ઓને કેમરા અને કલમ થકી દરેક મોરચે સફળ સાબિત થયેલા ફારૂક કાદરી સાવરકુંડલા સુન્ની મુસ્‍લિમ સમાજના પ્રમુખ પદે સેવા આપી ચૂકયા છે ફારુક કાદરી ના જન્‍મદિવસનાં અવસર પર રાજકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્‍થાઓ અને વિશાલ મિત્ર વર્તુળ દ્વારા મો.૯૮૭૯૫ ૬૦૧૬૦ પર શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે

(1:27 PM IST)