News of Wednesday, 8th April 2026
જામનગરના સામાજીક કાર્યકર સાગરભાઈ જગતીયાનો જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: જામનગરના સામાજીક કાર્યકર સાગરભાઈ જગતીયા નો આજે જન્મદિવસ છે. જામનગર ખાતે વર્ષ ૧૯૯૪ની સાલમા તા.૮ એપ્રિલના રોજ જન્મેલા સાગર કમલેશભાઈ જગતીયા આજ સુધી પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાઈ રહી જિંદગીના ૩૨ વર્ષ પૂર્ણ કરી જીવનમાં એક નવા વર્ષનો ઉમેરો કર્યો છે. સાગરભાઈ હાલ ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલ તેમજ મંત્રીશ્રી રિવાબા જાડેજા ના જી.જી. હોસ્પિટલમાં સેવાના કાર્યો સંભાળી રહ્યા છે. સાગરભાઈ જગતીયા અક્ષર ફાઉન્ડેશનના પ્રમુખ છે. તેમજ જામનગર ભાજપ મીડિયાસેલ ઇન્ચાર્જ નું કામ સંભાળી રહ્યા છે. તથા જી.જી. હોસ્પીટલમાં ગરીબ દર્દી માટે સેવા હોય તે ખૂબ ઉપયોગી કાર્ય કરે છે. સાગરભાઈના ભોળા અને હસમુખી સ્વભાવના કારણે જામનગરમાં તેઓ વિશાળ મિત્રવર્તુળ સાથે અનેક પ્રવૃત્તિઓ તથા વ્યવસાયને આગળ ધપાવી રહ્યા છે. માનવસેવામાં હંમેશા તત્પર રહેતા સાગરભાઈ જગતીયા ના જન્મદિવસ નિમિત્તે તેઓના મો.નં. ૯૨૨૭૮૪૯૯૯૯ શુભેચ્છાઓ પાઠવી રહી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
