<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

ટ્રાફિક શાખા જામનગરના નિવૃત્ત એએસઆઈ કાનજીભાઈ પનારાનો જન્‍મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૦: શહેરમાં ટ્રાફિક શાખામાં લાંબો સમય ઉત્‍કૃષ્ટ અને નિષ્ઠાથી સેવાભાવી કામગીરી બજાવનાર શ્રી કાનજીભાઈ બી. પનારા નો આજે જન્‍મદિવસ છે તેઓ સને ૧૯૬૧ માં જન્‍મેલા છે.તેઓએ ૬૫ વર્ષ પૂર્ણ કરેલ છે

શ્રી ઉમિયા માતાજીના પરમ ઉપાસક કાનજીભાઈ દર વર્ષે પદયાત્રા સંઘ લઈને ઉમિયા માતાજી મંદિર સીદસર દર્શનાર્થે જાય છે. લોકોના માર્ગ અકસ્‍માતમાં મૃત્‍યુ ન થાય અને ટ્રાફિક અંગે જાગૃતિ મળે તે હેતુથી જામનગર શહેર તથા ગ્રામ્‍ય વિભાગની શાળાઓ કોલેજ અને સંસ્‍થાઓમાં આરટીઓ વિભાગના અધિકારી કર્મચારીઓને સાથે રાખી તેઓએ આજ દિન સુધીમાં ટ્રાફિક અવેરનેસ અંગેના ૬૩૭ સેમીનાર કરેલ છે અને ૨૮૩ લોકોને વ્‍યસન મુક્‍ત કર્યા છે હાલમાં તેઓ નિવૃત્ત હોવા છતાં પણ ટ્રાફિક જાગૃતિ માટેના સેમિનાર તથા વ્‍યસન મુક્‍તિ અભિયાન ચલાવી રહ્યા છે અને તેઓ જામનગર જિલ્‍લા ટ્રાફિક એજ્‍યુકેશન ટ્રસ્‍ટના સલાહકાર તરીકે માનદ સેવા આપે છે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા મૃદુભાષી કાનજીભાઈ પનારા એ તેમની એક કિડની તેમના દીકરીને ડોનેટ કરીને એક સમાજમાં દાખલો બેસાડેલ છે તેઓ તથા તેમની દીકરી આજે તંદુરસ્‍ત જીવન જીવી રહ્યા છે આમ કિડનીનું દાન કરી તંદુરસ્‍ત લોકોએ ઓર્ગનનું ડોનેટ કરવું જોઈએ તેઓ સંદેશ આપેલ છે.

(11:05 AM IST)