તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠનના પ્રમુખ જયેશભાઈ મહેતાનો જન્મદિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૦ :.. લોહાણા સમાજના અગ્રણી અને સતત ચાર ટર્મ સુધી ભાજપ યુવા મોરચો જામનગર શહેરના મંત્રી રહી ચુકેલા શ્રી જયેશભાઈ મહેતા નો આજ ૧૦ એપ્રિલના રોજ જન્મદિવસ છે વિધાર્થી કાળથી જ જાહેર જીવનમાં સક્રિય રહેલ છે અને ભારતીય મઝદૂર સંઘ ( બી.એમ.એસ) જેવી સંસ્થાઓ સાથે જોડાઈ સમાજ ઉપયોગી કાર્યો કરેલ છે.
કામદાર રાજ્ય વિમા યોજના જનરલ હોસ્પિટલ, જામનગર તથા કામદાર રાજ્ય વિમા યોજના દવાખાનુ જામનગરમાં સલાહકાર સમિતિના સભ્ય તરીકે લાંબા સમય સુધી સેવા આપેલ છે હાલ તેઓ જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠનના પ્રમુખ , લોહાણા મહાપરિષદની મધ્યસ્થ સમિતિના સભ્ય તથા જામનગર લોહાણા મહાજનની મહાસમિતિના સભ્ય તરીકે સેવા આપે છે. તેઓના મોબાઈલ નં. ૯૯૨૪૦ ૧૨૪૩૦ / ૯૦૬૭૮ ૩૦૮૮૦ છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
