News of Saturday, 11th April 2026
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી ઇતિહાસ લેખક જે.ડી.પરમારનો જન્મ દિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૧ :.. વિશ્વ પ્રસિધ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ઇતિહાસ લેખક અને સંસ્કૃત સ્કોલર એવા જે. ડી. પરમારનો આજે ૧૧ એપ્રિલે જન્મ દિવસ છે.
૧૧ એપ્રિલ ૧૯૪ર ના રોજ પ્રભાસપાટણ મુકામે જન્મેલા તેઓએ જે કોલેજમાં અભ્યાસ કર્યો ત્યાં પ્રાધ્યાપક પણ બન્યા અને પ્રિન્સીપાલ પણ બન્યા.
સંસ્કૃત ભાષા વિષયક અનેકો એવોર્ડ તેમને મળેલા છે.
સોમનાથ મંદિર સબંધિત માહિતી લખેલ તેમના પુસ્તકનું ભારતની તમામ મુખ્ય ભાષાઓમાં પ્રકાશન થયેલું છે. ૧૯૭પ થી સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી છે અનેકવિધ વિકાસમાં તેમનું યોગદાન છે.
તેમના જન્મ દિવસે ટ્રસ્ટ પરંપરા મુજબ સોમનાથ મંદિરે વિશેષ મહાપૂજા, દીર્ઘ આયુષ્ય માર્કન્ડેય પૂજા, સંધ્યા દિપમાળા અને વિશેષ શણગાર સહિતના કાર્યક્રમો યોજાય છે.
શુભેચ્છકો તેમના જન્મ દિવસે શુભેચ્છાઓ આપતા રહે છે. મો. નં. ૯૯ર૪ર ૦૬૭રર
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
