News of Saturday, 11th April 2026
રાજકોટ રઘુવંશી સમાજના અગ્રણી તેમજ યુવા એડવોકેટ ગૌરાંગ પી.ગોકાણીનો જન્મ દિવસ

રાજકોટ ૧૧ :.. રાજકોટના બારના યુવા ધારાશાષાી અને સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ એડવોકેટ અભય ભા૨ધ્વાજ એસોસીયેટની ઓફીસમાં પ્રેકટીસ કરતા એડવોકેટ ગૌરાંગ પ્રફુલભાઈ ગોકાણીનો આજે જન્મ દિવસ છે.
એડવોકેટ ગૌરાંગ ગોકાણી વકીલાત ક્ષેત્રમાં એક યુવા એડવોકેટ તરીકે સારૂ નામ અને પ્રતિષ્ઠા ધરાવે છે. તેને રાજકોટ સેશન્સ કોર્ટ ખાતે ક્રીમીનલ કોર્ટ સિવિલ કોર્ટ, ફેમીલી કોર્ટમાં પ્રેકટીસ કરે છે. અને તે ખાણ-ખનીજ, જી.પી.આઈ.ડી, નારકોટીક્સ-ડ્રગ્સ તથા પ્રોહીબીસન તેમજ ખુન જેવા અનેક ગંભીર કેસોમાં લોકોને ન્યાય અપાવવા માટે મદદ રૂપ થયેલ છે.
તેઓ રઘુવંશી સમાજમાં પણ આગળ પડતા સેવા ના કાર્યોમાં અમુલ્ય યોગદાન આપેલ છે. ગૌરાંગ ગોકાણી નાની ઉમરમાં ખુબજ મોટું નામ ઘરાવે છે. હાલમાં રાજકોટ જયુડીસિયલ લીગલ એઈડ ડીપાર્ટમેન્ટ તરફથી વકીલ તરીકે નીમણુંક કરેલ છે તથા હાલ જેલ ઓથીરીટીના મેમ્બર તરીકે પણ નિમણુંક થયેલ છે અને લીગલ જયુડીસિયલ લીગલ એઈડ ડીપાર્ટમેન્ટ તરફથી ઘણા બધા ગંભીર કેસો સોપવામાં આવેલ છે જે કેસો માં પણ લોકોને ન્યાય અપાવેલ છે.
આજરોજ તેમનો જન્મ દિવસ હોવાથી વકીલ મીત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મો.નં. ૯૦૩૩૧ ૩૩૩૦૩ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહેલ છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
