<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

મીરામ્‍બિકા શૈક્ષણીક સંકુલના સ્‍થાપક બી.ડી. જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા.૧૪: મુળ કોટડા સાંગાણીના વતની અને રાજકોટને કર્મભુમી બનાવી સેન્‍ટ તુલસી સ્‍કૂલ, મીરામ્‍બિકા શૈક્ષણીક સંકુલ, ગ્રીનવુડ ઇન્‍ટરનેશનલ સ્‍કુલની સ્‍થાપના કરનાર જાણીતા શિક્ષણવિદ બી.ડી. જાડેજાનો આજે જન્‍મદિવસ છે. ભગવાન દ્વારકાધીશને સુવર્ણ મુગટ અને શ્રી રૂક્ષમણી માતાજીને સુવર્ણ હાર અર્પણ કરી તેમની શ્રધા ભકિત ઉજાગર કરી હતી. તેઓ બેટ દ્વારકા ખાતે આવતા દર્શનાર્થીઓ માટે ટોકન દરે ભોજનાલય શરૂ કરવા જઇ રહ્યા છે જેનું તાજેતરમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. આજે તેમના ૭૫માં જન્‍મદિવસ નિમીતે રાજકીય, સામાજીક, શૈક્ષણીક અગ્રણીઓ, સ્‍નેહીજનો દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી.

(4:26 PM IST)