<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

વિષ્‍ણુભાઈ આમેટા પૂજારીજીનો કાલે જન્‍મદિવસ

મણિયાર દેરાસરના ગોઠી મહારાજ

 

રાજકોટઃ  કાલે તા. ૧૫ના રોજ મણિયાર દેરાસરના ગોઠી મહારાજ વિષ્‍ણુભાઈ આમેટા પૂજારીજી નો જન્‍મદિવસ છે.  છેલ્લા ૪૦ વર્ષથી જિનાલયમાં તેઓ ભાવથી સેવાપૂજા કરી રહ્યા છે. દરરોજ સવારે  ૬ થી ૧ તથા ૫ થી ૯ જિનાલય માં પરમાત્‍માની ભાવથી સેવા કરી ધર્મકરણી નો આનંદ લે છે. ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ, પદ્માવતી દેવી તથા મણિભદ્ર વીર દાદા માં પારાવાર શ્રદ્ધા ધરાવનાર વિષ્‍ણુભાઈ આમેટા પૂજારીજી ને (મો. નં. ૯૩૭૫૮૦૩૯૦૬) અગાઉથી શુભેચ્‍છા મળી રહી છે

(3:54 PM IST)