તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ધ્રોલના અને ‘ડિવાઇન સલૂન'ના સર્જક કેશવભાઈ ચૌહાણનો જન્મદિન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧પ :.. ધ્રોલ શહેરના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર શ્રી કેશવભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ છે.
કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ધ્રોલમાં મોટું નામ ધરાવતા અને ખારવા રોડ પર સ્થિત ડિવાઇન સલૂન એન્ડ એકેડેમીના માલિક એવા કેશવભાઈએ પોતાની વ્યવસાયિક કુશળતાથી ટૂંકા ગાળામાં શહેરમાં ઉમદા પ્રતિષ્ઠા મેળવી છે. સતવારા સમાજમાં એક સક્રિય ઉદ્યોગપતિ તરીકે જાણીતા કેશવભાઈને સેવાના સંસ્કારો વારસામાં મળ્યા છે. તેમના પિતાશ્રી રણછોડભાઈ ચૌહાણ પણ વર્ષોથી તમામ સમાજમાં આદરણીય સ્થાન અને બહોળું મિત્રવર્તુળ ધરાવે છે.
આજે તેમના જન્મદિવસના અવસરે તેમના નિવાસસ્થાન અને ઓફિસ ખાતે શુભેચ્છકોની ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા તેમજ તેમના મોબાઈલ નંબર ૯૯૦૯૩ ૩૩૧૩૧ પર સવારથી જ મિત્રો, તોહીજનો અને રાજકીય-સામાજિક અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ધ્રોલના વિકાસમાં અને સામાજિક કાર્યોમાં સદાય અગ્રેસર રહેતા કેશવભાઈને આજના શુભદિને સૌ કોઈ દીર્ઘાયુની કામના કરી રહ્યા છે
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
