News of Tuesday, 21st April 2026
અનેરો આનંદ.... શરદ પીઠડીયાનો જન્મદિન : ૬૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : આજે ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરનાર શરદભાઇ પીઠડિયા માતા કાંતાબેન અને પિતા ચુનીલાલભાઇના સંસ્કારોથી ઘડાયેલું એક સન્માનનીય વ્યક્તિત્વ. પત્ની સ્વેતાબેન અને પુત્ર પ્રેમ સાથે આનંદથી ભરેલું જીવન જીવતા આવ્યા છે... શરૂઆતમાં મુળજીભાઇ ગુલાબચંદ પારેખ તથા હરીશભાઇ મુળજીભાઇ પારેખના માર્ગદર્શન હેઠળ પોતાની કારકિર્દીનો મજબૂત પાયો નાંખી વિવિધ ક્ષેત્રોમાં અનેક લોકો સાથે આત્મીય સંબંધો બાંધ્યા છે. સંગીત અને નાટકના રસિયા, વાંચનપ્રેમી અને ઇશ્વર પ્રત્યે અખંડ શ્રદ્ધા ધરાવતા શરદભાઇ હંમેશા અનેરો આનંદ સાથે ખુશમિજાજ અને ઉર્જાસભર સ્વભાવ માટે ઓળખાય છે. એડવર્ટાઇઝીંગ ક્ષેત્રમાં લાંબા અનુભવ સાથે, હરીશભાઇ મુળજીભાઇ પારેખ સાથે શરૂઆત કરી ચાર પેઢીઓ સુધી આ સંબંધને મજબૂત બનાવી આજે પણ તેઓ ચારૂ પબ્લીસીટીના માલીક મૌલીક હરીશભાઇ પારેખ સાથે મેનેજર તરીકે કાર્યરત છે. શરદભાઇને તેમના
મો. ૭૯૮૪૯૩૮૧૪૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
