News of Wednesday, 22nd April 2026
ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ઉદ્યોગપતિ ઓશો સન્યાસી સ્વામિ સત્યા શિવમ્ (છગનભાઇ રામાણી)નો કાલે જન્મદિન

રાજકોટઃ કિશાનપરા ચોકમાં આવેલ ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ, પ્રખર ઉદ્યોગપતી ઓશો સન્યાસી સ્વામિ સત્યા શિવમ્ (છગનભાઇ કે. રામાણી) નો તા.ર૩ ને ગુરુવારના રોજ મધમધતા આનંદમયી જીવનના ૬૪ વર્ષ પુરા કરી ૬પ માં વર્ષમાં પ્રવેશી રહયા છે, તેઓ દ્વારા ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરના ઓશો કાર્ય માટે પોતાના વ્યસ્ત જીવનમાંથી વધારે સમય કાઢે છે રાજકોટ થી રપ કિ.મી. દુર આવેલ પ્રકૃતિ ઉપવનમાં ઓશો ધ્યાન માટે સુંદર ધ્યાન હોલ તથા ઓશોના પુસ્તકોની લાઇબ્રેરી બનાવેલ છે, હાલ ઓશો કાર્યના પ્રસાર-પ્રચાર કાર્ય માટે સુખમયી-ઓશોમયી જીવન જીવી રહયા છે. ઓશો પરિવાર સ્વામિ સત્યા શિવમ્ને તેમના મો.નં.૯૮૨૫૦ ૭૫૩૫૪ પર જન્મદિનની શુભકામના વરસી રહી છે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
