તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઇ ઠકરારનો કાલે જન્મ દિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા. રપ : ગીર-સોમનાથ, જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલ ભાજપ પ્રદેશ સંગઠક મંત્રી તથા ભારતીય જનતાપક્ષના અડીઅમ નેતા ઝવેરીભાઇ ઠકરારનો કાલે ર૬ એપ્રિલે જન્મ દિવસ છે. તા. ર૬.૦૪.૧૯પ૪ના રોજ યુગાન્ડામાં જન્મેલ અને પ્રાથમિક શિક્ષણ આફ્રિકામાં લીધેલ અને ૧૯૬૯ થી આર.એસ.એસ.માં જોડાઇ નાની ઉંમરે કારોબારીના કન્વીનર બની ચુક્યા છે. ૧૯૯૮ થી ભાજપ સાથે જોડાઇ જુનાગઢ સહકાર સેલની જવાબદારી, બે વરસ ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ રહી વેરાવળ પીપલ બેન્ક, સહકારી બેન્ક, ડાયરેકટર તરીકે રહી ચૂકેલા. તેઓ સરસ્વતી શૈક્ષણિક વિદ્યાલય સહિત અનેક શિક્ષણ સંસ્થાઓમાં કાર્યરત છે. (મો. ૯૮રપર૩૧૮૪ર)
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
