તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
સ્વ.દીપચંદભાઇ ગારડીનો આજે જન્મદિવસ શિક્ષણ અને મેડીકલ ક્ષેત્રે શ્રીદાનનો ખજાનો લુંટાવનાર

રાજકોટ, તા. રપઃ દાનવીર, જૈન શ્રેષ્ઠિ, ભામાશા પુ. દીપચંદભાઈ ગારડીનો આજે ૧૧૨ મો જન્મદીવસ છે. પુ. દીપચંદભાઈનું વતન પડઘરી હતું પણ આ માનવી સમગ્ર ભારતને પોતાનું વતન ગણી જયાં જરૂર જણાય ત્યાં દીન દુૅંખીયાની સેવા કરી ભારતભરનાં અસંખ્ય રાજયોમાં આજે પણ પુ. દીપચંદભાઈની સેવા સતત ધબકે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સ્કૂલો, હોસ્પિટલો, મંદીરો, મસ્જીદિો, અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ, ધર્મશાળાઓ, છાત્રાલયો, શૈક્ષણિક સંકુલોનું નિમૉણ કરી પુ.દીપચદભાઈ એક મહામાનવ તરીકે ઉપસી આવ્યા.ગુજરાતનાં ૧૮ હજાર ગામડામાંથી ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જયાં દીપચંદભાઈ ગારડીએ પોતાના દાનની સરવાણી વહાવી ન હોય. એટલે જ ગુજરાત સરકારે તેને સ્ટેટ ગેસ્ટ જાહેર કરેલ. આ મહામાનવનું એવું માનવુ હતુ કે સમાજને સુશિક્ષીત બનાવો સમાજ આપોઆપ સમૃધ્ધ બનશે, એટલે જ પુ.દીપચંદભાઈ ગારડીએ અસંખ્ય વિશ્વ વિધાલયોમાં પણ દાનની સરવાણી વહાવી હતી.
મધ્યપ્રદેશનાં ઉજૈન ખાતે શ્રીમતિ રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડીનાં નામથી ૧૦૦૦ બેડની હોસ્પિટલ અને મેડીકલ કોલેજની સુવિધા પુ. દીપચંદભાઈ ગારડી દ્વારા ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી. તમામ પ્રકારની સારવાર વિનામુલ્યે દર્દીઓને મળી રહે છે.
સૌરાષ્ટ્રનું વિશ્વ વિદ્યાલય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાની સખાવત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફોર સ્ટાર યુનિવર્સિટીનો દરજજો અપાવવામાં ગારડી સાહેબનો સિંહ ફાળો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અસંખ્ય ભવનોનું નિર્માણ આધુનિકરણ કરી કરોડો રૂપિયાનું સખાવત કરી હતી.
સૌરાષ્ટ્રનાં માંગરોળ પાસે આવેલ શા૨દાગ્રામ સ્થિત ભવ્ય શૈક્ષણિક સંકુલ, મહારાષ્ટ્રનાં સોલાપુર પાસે આવેલ પ્રોસ્ટીટયુટનાં બાળકો માટે બનાવાયેલ આશ્રમ, અમદાવાદ, પુના અને મુંબઈ ખાતેનાં જૈન ભવનો સહીતનાં સેવા પ્રકલ્પો આજે પણ સતત પ્રવૃતિથી ધમધમતા રહે છે.
કરોડો લોકોનાં આશીર્વાદ મેળવી ૯૮ વષૅની જૈફ વયે છેલ્લે સુધી સતત પ્રવૃત રહી આવનારી પેઢીને નવો રાહ બતાડનાર પુ. દીપચંદભાઈ ગારડી આજે હયાત નથી પણ તેને ભાવી પેઢી વર્ષો સુધી યાદ કરશે એ હકીકત છે. પુ. દીપચંદભાઈ ગારડીનાં પુત્રો રશ્મીકાંતભાઈ—હસમુખભાઈ પુત્રવધુઓ ચંદ્રીકાબેન-સુરેખાબને પૌત્રો બીનોય તેમજ હીતેનભાઈ અને સમગ્ર પરિવાર આજે પણ જયાં જરૂર પડે ત્યાં સેવાની જયોત જલતી રાખી તેને વારસામાં મળેલ સંસ્કારોને ઉજાગર કરે છે. સંકલનઃ મુકેશ પી. દોશી, (મો. ૯૮૨૫૦ ૭૭૭૨૫
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
