<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયાનો જન્‍મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા.૨૭:  ટંકારા રઘુવંશી યુવક મંડળના યુવા પ્રમુખ શ્રી અક્ષયભાઈ કટારીયાનો આજે જન્‍મદિવસ છે. ધાર્મિક, સામાજિક અને સેવાકીય ક્ષેત્રે હર હંમેશ અગ્રેસર રહી આગવું નામ ધરાવતા અક્ષયભાઈ કટારીયાને જન્‍મદિવસ નિમિત્તે ચોતરફથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

બહોળું મિત્રવર્તુળ ધરાવતા અને યુવાનોમાં લોકપ્રિય એવા અક્ષયભાઈ કટારીયા રઘુવંશી સમાજના ઉત્‍થાન માટે સતત કાર્યરત રહે છે. સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજના દરેક વર્ગને મદદરૂપ થવાનો તેમનો સ્‍વભાવ છે.

જન્‍મદિવસ નિમિત્તે સગા-સંબંધીઓ, મિત્રો, શુભેચ્‍છકો તથા રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા તેમના મોબાઈલ નંબર ૮૧૪૦૪ ૭૦૮૭૭ પર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે. 

(9:53 AM IST)