<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ધારાસભા અને લોકસભાના પૂર્વ સભ્‍ય એડવોકેટ વિજય પટેલનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત હાઇકોર્ટના જાણીતા એડવોકેટ અને જાહેર જીવનમાં માનભર્યુ સ્‍થાન ધરાવતા જનસેવક શ્રી વિજય હરિચંદ્રભાઇ પટેલ જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્‍મ તા. ર૭ એપ્રિલ ૧૯૬૦ ના દિવસે થયેલ. આજે ૬૭માં વર્ષમાં પંથે પ્રયાસ કર્યુ છે.

મુળ ધોળકાના વતની શ્રી વિજય પટેલ બાળપણથી જ રાષ્‍ટ્રવાદના રંગે રંગાયેલા છે. તેમના પિતાજીશ્રી હરિચંદ્રભાઇ પટેલ સ્‍વાતંત્ર્યસેનાની અને વિધાનસભાના અધ્‍યક્ષ હતા પિતાજીનું જનસેવાનું કાર્ય તેમણે ગૌરવભેર આગળ વધાર્યુ છે. તેઓ ગાંધીનગર ભાજપના સંસદ સભ્‍ય, દસક્રોઇના ધારાસભ્‍ય, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્‍ય, ગુજરાત બાર કાઉન્‍સીલના ચેરમેન વગેરે પદ પર રહી ચુક્‍યા છે. ફોન ૦૭૯-ર૬૮પર૮૦૮, મો. ૯૮ર૪૦ ર૬૭૯૧ (અમદાવાદ).

(12:12 PM IST)