<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્‍યાયનો જન્‍મદિવસ

 

(મીનાક્ષી ભાસકર વૈદ દ્વારા) પ્રભાસપાટણ, તા.૨૮: ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્‍યાયનો ૨૮ એપ્રિલે જન્‍મદિવસ છે. તા. ૨૮.૦૪.૧૯૬૭ના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નાનકડા ગામ ચોઇલા ખાતે જન્‍મેલા ઉપાધ્‍યાય સાહેબે M.E. સિવિલનો અભ્‍યાસ પૂર્ણ કરી સહકાર વિભાગમાં જોડાઈ સેવાની શરૂઆત કરી હતી.ત્‍યારબાદ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી ડેપ્‍યુટી કલેકટર બન્‍યા અને બાદમાં IAS કેડરમાં પ્રમોશન મેળવ્‍યું. તેઓ ગાંધીનગર ખાતે જિલ્લા સહકાર રજીસ્‍ટ્રાર, ભાવનગર મ્‍યુનિસિપલ કમિશનર, ભરૂચ ખાતે RDC તેમજ વલસાડ અને નખત્રાણા ખાતે પ્રાંત અધિકારી તરીકેની સફળ કામગીરી બજાવી ચૂકયા છે. ગીર સોમનાથ જિલ્લામાં તેમની કામગીરી યશસ્‍વી રહી છે. તેમના જન્‍મદિને ઠેર-ઠેરથી શુભેચ્‍છા સંદેશાઓ

મો. ૯૯૭૮૪૦૫૯૩૪ પર પાઠવવામાં આવી રહ્યા છે.

(12:58 PM IST)