News of Wednesday, 29th April 2026
આંખોમાં અમી, દુનિયા ગમી, ધીરૂભાઇ વીરડિયાનો જન્મદિન
મોટા મહિકાની માટીની મહેક રાજકોટમાં

રાજકોટઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ સેવક શ્રી ધીરૂભાઈ ગોરધનભાઈ વીરડિયાનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ૧૯૬૧ ના વર્ષની ૨૯ એપ્રિલે થયેલ. આજે સેવાભાવી જીવનમાં ૬૬ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાટીદાર સમાજ અને અન્ય સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન આપ્યુ છે. સેવાકીય કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં તેઓ દાનની સરવાણી વહાવતા રહે છે.
તેઓ મૂળ ગોંડલ પાસેના મોટા મહિકા ગામના વતની અને પ્રગતિશીલ ખેડૂત છે. આજ તેમને શુભેચ્છકો દ્વારા જન્મદિનની અપરંપાર શુભેચ્છા મળી રહી છે.
મો. ૯૪૨૬૭ ૧૯૩૨૪ રાજકોટ.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
