તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 29th April 2026
ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય રમાબેન હેરભાનો જન્મદિવસ

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને જાણીતા શૈક્ષણિક સંસ્થા સેન્ટ ગાર્ગી સ્કુલના ચેરમેન રમાબેન હેરભાનો આજે જન્મદિવસ છે. તેઓ હાલમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (ગુજરાત સરકાર)ના મેમ્બર્સ તેમજ ઓલ ઇન્ડિયા યાદવ સમાજના કાર્યકારીણી સભ્ય, ડૉ. સુભાષ એકેડમી, જુનાગઢના ટ્રસ્ટી, સર્જન ફાઉન્ડેશન મહિલા પાંખના પ્રમુખ તરીકે કાર્યરત છે. ભાજપના વોર્ડ નં.ર ના મહિલા મોરચામાં સક્રિય કાર્યકર્તા છે. તેઓ સેન્ટ ગાર્ગી સ્કુલના બાળકોને તેમની અધ્યક્ષતામાં અવનવી એક્ટિવિટી કરાવીને તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના પ્રયાસો કરે છે. રમાબેને પોતાનું સમગ્ર જીવન પિતાશ્રીના પગલે ચાલીને પછાત વર્ગના બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તેઓને જન્મદિને તેમના મો. ૯૮રપપ૯૦ર૧૩ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
