News of Wednesday, 29th April 2026
મોવૈયાના માનવંતા મૂકસેવક ધીરૂભાઇ તળપદાનો જન્મદિન
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય

રાજકોટઃ સબંધોની ધરતી પર લાગણી વરસાવી વિશ્વાસની સોડમ પ્રસરાવતા જાણીતા જનસેવક શ્રી ધીરૂભાઇ તળપદા માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. પડધરીની પાડોશમાં આવેલા મોવૈયાના શ્રી ધીરૂભાઈ તળપદાનો જન્મ તા. ૨૯ એપ્રિલ ૧૯૬૨ ના દિવસે થયેલ. આજે ગરવા અને નરવા જીવનના ૬૫ માં વર્ષના દ્વારે પહોંચ્યા છે.
શ્રી ધીરૂભાઈ તળપદા રાજકીય કારકિર્દીના પ્રારંભે મોવૈયા ગામના સરપંચ હતા એક સમયે રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય તરીકે ચુંટાયા હતાં. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી તેમના ધર્મપત્ની શ્રીમતી ભાનુબેન જિલ્લા પંચાયતમાં ચુંટાઇને કારોબારી અધ્યક્ષ પદ સુધી પહોંચેલા. ગામની સુપ્રસિધ્ધ ગરબીના સંચાલનમાં અને લોકોપયોગી સહકારી પ્રવળતિમાં તેમનો સિંહફાળો છે. મો. નં. ૯૮૯૮૬ ૯૧૧૧૧ અને ૭૦૪૩૦ ૯૧૧૧૧ મોવૈયા
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
