તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટીનો આજે જન્મદિવસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જશવંતસિહ ભટ્ટીનો આજે જન્મદિવસ છે. વ્યવસાયે એડવોકેટ અને ચુસ્ત કોંગ્રેસી વિચારધારાને સમર્પિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જશવંતસિહ ભટ્ટી ભુતકાળમાં ધર્મેન્દ્રસિહજી કોલેજનાં જી.એસ.થી શરૂઆત કરીને સેનેટ સભ્ય,રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ,પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રભારી,ગિર-સોમનાથ તથા જામનગરનાં પ્રભારી,સૌરાષ્ટ્ર કચ્છ પ્રોટોકોલ ઇન્ચાર્જ તથા રાજકોટ શહેર કોંગ્રેસનાં યશસ્વી પ્રમુખ તરીકે સતત દશ વર્ષ સુધી તરીકે ફરજો બજાવેલ છે.અને હાલમાં સતત ત્રીજી વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે તેમજ જૂનાગઢ જિલ્લાનાં ઇન્ચાર્જ તરીકે કોંગ્રેસનાં આદર્શોને આત્મસાત કરીને વફાદારીપૂર્વક સેવાઓ આપી રહેલ છે. ૬૭માં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહેલ જશવંતસિંહ ભટ્ટીને તેમના મો. ૯૮૨૫૨ ૨૨૦૨૨ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
