તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
ફેસ્ટિવ હોલિડેઈસના ડાયરેકટર અભિનવ પટેલનો જન્મ દિવસ

રાજકોટઃ છેલ્લા દસકાથી ટ્રાવેલ ટૂર સંદર્ભે ઉમદા કામગીરીથી વિશ્વભરમાં ચાહના મેળવી છે. સાહસિક, મિલનસાર તથા ધાર્મિક સ્વભાવને કારણે લોકો આપો આપ તેમની તરફ આકર્ષાય છે.
રાજકોટ શહેરમાં ૨૦૧૬ થી ટૂર એન્ડ ટ્રાવેલ્સની ફેસ્ટિવ હોલિડેઈસના ડાયરેક્ટર પદે સુંદર કાર્ય કરનાર અભિનવ પટેલનો આજે જન્મ દિવસ છે, તેઓ આજે ૩૧ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા અભિનવનો હસતો અને સેવાભાવિ સ્વભાવથી યુવાનોમાં જાણીતા બન્યા છે. ફેસ્ટિવ એન્ટરટેઈનમેન્ટ કંપની દ્વારા સંગીતમય કાર્યક્રમો છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છે, જેને કારણે સંગીતના ચાહકોમાં ભારે ચાહના મેળવેલ છે. કંપની દ્વારા યોજાતી વિવિધ વિદેશી ટૂરને કારણે વિશ્વના ઘણા દેશોમાં મિત્ર વર્તુળ ધરાવે છે.
બિઝનેસ સાથે લોકસેવાના કાર્યો કરતા અભિનવ પટેલ જરૂરિયાત લોકોને મદદ કરી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસ અવસરે તેમના મોબાઇલ નંબર ૯૭૩૭૮ ૭૭૭૭૯ ઉપર મિત્ર વર્તુળ, સંગીત પ્રેમીઓ, સંસ્થાઓ, ગ્રુપ, ક્લબ, મંડળ, એસોસિએશન વિગેરે શુભેચ્છા વર્ષા કરી રહ્યા છે
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
