<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

સેવામાં સવાયા, સમર્પણ ગ્રુપમાં છવાયાઃ વિનોદ ચોટલિયાનો જન્‍મદિન

રાજકોટઃ શહેરની સુપ્રસિધ્‍ધ સેવાકીય સંસ્‍થા સમર્પણ યંગ ગ્રુપ, સંતકબીર રોડના પ્રમુખ અને બેડીપરા વિસ્‍તારના ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિના અગ્રણી શ્રી વિનોદ રણછોડભાઈ ચોટલિયા માટે આજે અદકેરા આનંદનો દિવસ છે. તેમનો જન્‍મ ૧૯૬૮ ના વર્ષની તા. ૧ મે એ થયેલ આજે સેવાભાવીના જીવનના ૫૯માં વર્ષની ડોરબેલ વગાડી છે. તેમણે ૪૨ વખત રકતદાન કરેલ છે. શીશુકાળથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે.  ચાંદીના વ્‍યવસાય (મારૂતિ રોલ પ્રેસ) સાથે સંકળાયેલા છે. કારકીર્દી સુવર્ણ જેવી ચમકતી છે.

મો. ૯૪૨૮૨ ૦૩૨૯૫ અને મો. ૮૩૨૦૩ ૮૮૪૫૫ રાજકોટ.

(1:28 PM IST)