News of Friday, 1st May 2026
ધ્રોલના ખારવા જિલ્લા પંચાયત સદસ્ય અને માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર લખધીરસિંહ જાડેજાનો જન્મદિન

(સંજય ડાંગર-મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ-જામનગર તા.૧ :.. તાલુકાના રોજીયા ગામના વતની અને ખારવા જિલ્લા પંચાયત સિટ પરથી જંગી બહુમતીથી ચૂંટાયેલા તથા ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર તરીકે સેવા આપી રહેલા અગ્રણી સામાજિક-રાજકીય આગેવાન લખધીરસિંહ રતુભા જાડેજાનો આજે જન્મદિવસ છે. મિત્ર વર્ગ અને શુભેચ્છકો દ્વારા તેઓ રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ મોબાઈલ નંબર ૯૪૨૬૬ ૧૧૧૧૧ ઉપર પાઠવવામાં આવી રહી છે.
લોકસેવાને જીવનમંત્ર માનનારા આ આગેવાને ભૂતકાળમાં અનેક મહત્વના હોદ્દાઓ પર રહીને જનસેવા કરી છે. ૧૯૯૮માં યુવા મોરચામાં તાલુકા મહામંત્રી તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર તેઓ ૨૦૦૦માં જિલ્લા યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. ૨૦૦૨માં તાલુકા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા બાદ તેઓ સતત લોકસંપર્કમાં રહ્યા છે. ત્યારબાદ બે ટર્મ સુધી જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સેવા આપી ચૂકયા છે.
સંગઠન ક્ષેત્રે પણ તેમણે મહત્વની જવાબદારીઓ નિભાવી છે. ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે તેઓ બે ટર્મ સુધી રહી ચૂકયા છે. ગુજરાત કિસાન મોરચાના સદસ્ય તરીકે પણ તેમણે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી છે. જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિ તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી પણ તેમણે સફળતાપૂર્વક નિભાવી છે. હાલમાં ખારવા જિલ્લા પંચાયત સિટ પરથી જંગી બહુમતીથી ચૂંટાયા બાદ તેઓ સતત લોકો વચ્ચે રહીને લોકોના કામો કરવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર તરીકે પણ ખેડૂતોના હિત માટે કાર્યરત છે. મિત્રો અને શુભેચ્છકોનું કહેવું છે કે તેમનો જીવન મંત્ર જ સતત લોકો વચ્ચે રહીને લોકોના કામો કરવાનો છે અને આગામી સમયમાં તેઓ રાજકીય ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવી સૌ કોઈની શુભેચ્છા છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
