<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા. ૧ :  આજે ગુજરાત સ્‍થાપના દિવસના પવિત્ર અને ગૌરવસભર અવસરે સમગ્ર ગુજરાત વિકાસ, સંસ્‍કૃતિ અને એકતાની ઉજવણીમાં રંગાયેલું રહેશે. ૧ મે, ૧૯૬૦ ના રોજ બોમ્‍બે રાજયમાંથી અલગ થઇ ગુજરાત રાજયનું સર્જન થયું હતું. ત્‍યારથી આજ સુધી ગુજરાતે ઉદ્યોગે, કૃષિ શિક્ષણ અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં અનોખી ઓળખ ઉભી કરી છે. આ ગૌરવસભેર દિવસે રાજકોટ કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ મનીષાબા વાળાના જન્‍મદિવસનો સુમેળ પ્રસંગ આ ઉજવણીને વધુ વિશેષ અને પ્રેરણાદાયી બનાવે છે.

મનીષાબા વાળા (મો. ૯૯૦૯૬ ૩૬૧ર૮) છેલ્લા  ઘણા વર્ષોથી સમાજસેવા, મહિલા સશકિતકરણ અને સંગઠનાત્‍મક મજબુતી માટે સતત કાર્યરત રહ્યા છે. આજે ગુજરાત સ્‍થાપના દિવસ અને જન્‍મદિવસ નિમિત્તે મનિષાબા વાળાને ચોમેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(3:44 PM IST)