<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

જસદણ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ રફીકભાઈ રાવાણીનો જન્‍મદિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૨: ઓલ ઈન્‍ડિયા મેમણ જમાત ફેડરેશનનાં ઝોનલ સેક્રેટરી રફીકભાઈ સતારભાઈ રાવાણીનો આજે જન્‍મ દિવસ છે.  જસદણ મુસ્‍લિમ સમાજનાં આગેવાન, જસદણ શહેરનાં ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અને હાલ વેલકમ ચેરીટેબલ ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી તથા એકતા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ એવા હર હંમેશા સેવાકીય પ્રવળતિઓ કરતા રફીકભાઈ સતારભાઈ રાવાણીનો દરેક સમાજનાં લોકો માટે મેડીકલ સાધનો ત્‍થા એમ્‍બ્‍યુલન્‍સની સેવા ફ્રી માં આપતા રહે છે.તેમના જન્‍મદિવસ નિમિત્તે સિવિલ હોસ્‍પિટલ જસદણમાં નાસ્‍તાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું  આજે તેમના જન્‍મ દિવસે તેમના મોબાઈલ ૯૮૨૫૧ ૭૧૮૩૬ ઉપર જન્‍મ દિવસની શુભેચ્‍છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.

(10:39 AM IST)