<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ન્યુઝીલેન્ડના મયુરીબેન જોષીનો જન્મદિવસ

જૂનાગઢ, તા.૨ : ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ સીટીના રહેવાસી શ્રી મયુરીબેન વિરલકુમાર જોષીનો આજે જન્મ દિવસ છે.

તા.૨-૫-૦૧ના રોજ મેદરડાના જીવનભાઇ મોહનભાઇ તેરૈયા અને શ્રીમતી મીનાબેનને ત્યાં જન્મેલ મયુરીએ (MSC MLT)સુધી અભ્યાસ કરેલ છે. અને તાજેતરમાં જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી અને શ્રીમતી મીતાબેન જોષીના પુત્ર વિરલ કુમાર કે જેઓ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ સીટીમાં સ્પાઇ થઇ મેક એન્ડ સેવ કંપનીમાં ક્રુડસ મેનેજર  તરીકે ફરજ બજાવે છે. તેમના  તા. ૬-૨-૨૦૨૬ને શુક્રવારના રોજ મયુરી સાથે શુભલગ્ન યોજાયા હતા અને ચિ.મયુરીને પણ ન્યુઝીલેન્ડના વીઝા મળતા તે પણ હાલ ન્યુઝીલેન્ડ ખાતે સાંસારિક જીવન વિતાવે છે.  ત્યારે આજે વિદેશની ધરતી પર તેના જન્મ દિવસ નિમિતે મો. નં. ૦૬૪૨૨ ૪૭૭૨૧૯૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:17 PM IST)