<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

રાજકોટના આહિર સમાજના અગ્રણી તુલસીભાઈ ડાંગરનો જન્‍મદિવસ

 

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.રઃ રાજકોટ આહિર સમાજના અગ્રણી અને જાણીતા સામાજિક કાર્યકર શ્રી તુલસીભાઈ ડાંગરનો આજે જન્‍મદિવસ છે. મૂળ હમાપર ગામના વતની અને હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર તુલસીભાઈ વર્ષોથી સમાજસેવા અને વિવિધ સામાજિક પ્રવળત્તિઓ સાથે જોડાયેલા છે.

તેમના નિરાભિમાની સ્‍વભાવ અને સેવાની સરવાણીને કારણે તેઓ માત્ર આહિર સમાજમાં જ નહીં, પરંતુ અન્‍ય સમાજોમાં પણ આદરભર્યું સ્‍થાન ધરાવે છે. કોઈપણ મુશ્‍કેલીના સમયે લોકોની વ્‍હારે આવવાની તેમની વળત્તિને કારણે આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ મિત્રવર્તુળ, તોહીજનો અને સામાજિક આગેવાનો દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૩૨૮૦ ૦૪૮૪૯ પર શુભેચ્‍છાઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે.

(4:14 PM IST)