<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ધ્રોલ ભાજપના પૂર્વ પ્રમુખ જિલ્લા કિસાન મોરચાના અધ્‍યક્ષ નવલભાઈ મુંગરાનો જન્‍મદિવસ

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨: જામનગર જિલ્લા ભાજપના અગ્રણી અને સંગઠનના મજબૂત નેતા શ્રી નવલભાઈ મુંગરાનો આજે ૫૨મો જન્‍મદિવસ છે. ધ્રોલ તાલુકા ભાજપમાં મહામંત્રી, ધ્રોલ તાલુકા સંગઠન પ્રમુખ તરીકે પક્ષને મજબૂત કરનાર નવલભાઈ હાલ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અને એપીએમસી ધ્રોલના ડાયરેક્‍ટર તરીકે કાર્યરત છે.

નવલભાઈ મુંગરા છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે. ગ્‍.ખ્‍. સુધીનો અભ્‍યાસ ધરાવતા નવલભાઈએ વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૯ સુધી સતત યુવા મોરચા સહિત અલગ અલગ અલગ સંગઠન કામગીરી કરી છે ધ્રોલ તાલુકા ભાજપમાં મહામંત્રી તરીકે કામગીરી કરી છે ત્‍યારબાદ ૨૦૧૯ થી ૨૦૨૫ સુધી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પક્ષના સંગઠનને ગામે-ગામ મજબૂત બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે. હાલમાં તેઓ જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ તરીકે મૂળ મોટા ઈટાળાના વતની અને સેવાભાવી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા નવલભાઈએ કોરોનાકાળ અને અતિવળષ્ટિ જેવી આફતોમાં જનસેવાના કાર્યો કરી લોકચાહના મેળવી છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ કાર્યકરો દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૨૬૫૨ ૬૮૭૬૯ પર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(4:14 PM IST)