તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
રાજકોટના યુવા કલાકાર જેનિશ બુધ્ધદેવનો જન્મદિન : ર૦મા વર્ષમાં પ્રવેશ

રાજકોટ : ગુજરાતી ફિલ્મ ધમણ સહિત અનેક હિન્દી સિરીયલોમાં રોલ કરનાર રાજકોટના યંગ કલાકાર અને રઘુવંશી રત્ન જેનિશ બુદ્ધદેવનો આજે જન્મદિવસ છે. તેઓએ આજે ૧૯ વર્ષે પૂર્ણ કરી ૨૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે તેમના જન્મદિવસ નિમીતે સદભાવના વળદ્ધાશ્રમમાં વૃદ્ધોને નાસ્તો કરાવ્યો, ઝુંપડપટ્ટીના બાળકોને ભોજન કરાવ્યું હતું. બાળપણથી એક્ટિંગનો શોખ ધરાવે છે. જેનિશ બુદ્ધદેવે રાજકોટમાં ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકર સાથે શુભયાત્રા ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. તેમણે હિન્દી સિરિયલ અહિલ્યાબાઈ, મેરે સાંઈ, વિઘ્નહર્તા ગણેશ, રાધાકળષ્ણ, ભીમરાવ આંબેડકરમાં કામ કર્યું છે. હાલમાં તેઓ મુંબઈમાં એક્ટિંગની તાલીમ લઈ રહ્યા છે. પિતા ભરતભાઈ બુધ્ધદેવ, માતા દક્ષાબેન બુધ્ધદેવ, ભાઈ જયદીપ બુધ્ધદેવ, ભાભી શ્વેતાબેન પ્રોત્સાહન આપે છે, મો. ૮ર૦૦૮૯પ૩૯પ
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
