<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

રાજકોટના જનજીવનમાં અડધી સદીથી સેવા કાર્યમાં જોડાયેલ આર્ય ભરતભાઇ કાનગડનો કાલે જન્‍મદિવસ

 

રાજકોટ : રાજકોટની એ વિશેષતા રહી છે કે, તેના જનજીવનમાં વર્ષો સુધી સેવાઓ કરનારની કદર થતી રહી છે. આવું જ એક વ્‍યકિતત્‍વ એટલે આર્ય શ્રી ભરતભાઇ કાનગડ રાજહંસ ફુલવાળા છેલ્લા પ૦ વર્ષથી રાજકોટના જનજીવનમાં વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં સતત કાર્યરત છે. માત્ર  ૧પ વર્ષની કિશોરવયથી જ વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં કાર્યકર્તા તરીકે જોડાયા અને ત્‍યારબાદ સામાજીક આધ્‍યાત્‍મિક અને વ્‍યપાર ક્ષેત્રમાં જબરૂ યોગદાન આપી રહ્યા છે. આવતીકાલે મંગળવારે તેમનો ૬૬મો જન્‍મદિવસ છે.

વ્‍યવસાયે ફુલ સજાવટનો વ્‍યાપાર ૧૯૭૭ માં શરૂ કરીને આજે મંડપ સજાવટમાં જેનું મોટું નામ છે. તે ‘રાજહંસ ફુલવાળા' તરીકે સાંગણવા ચોકમાં વ્‍યાપારી સંકુલ ઉભુ કર્યું છે.

વ્‍યાપારની સાથે સાથે વિવિધ સામાજીક મંડળોમાં પણ નિઃસ્‍વાર્થ સેવા આપતા રહ્યા અને ર૦૧૦માં વૈદિક મહાસભાના પ્રચારકાર્યમાં જોડાઇને વેદોના પ્રચાર પ્રસારમાં સેવા આપી ત્‍યારબાદ ર૦૧રથી  આર્ય સમાજ રાજકોટ (મધ્‍ય)ના ટ્રસ્‍ટી તરીકે જોડાયા અને પર્યાવરણ શુદ્ધિ વગેરે આયોજનોમાં સેવા આપી ર૦૧પ થી ર૦રપ સુધી શ્રી લાખાજીરાજ રોડ, મર્ચન્‍ટ એસો.માં સેક્રેટરી તરીકે સેવા આપી વેપારી જગતના પ્રશ્નો સાંભળ્‍યા.

હાલમાં આર્ય સમાજ અને વૈદિક મહાસભામાં સક્રીય ભૂમિકા ભજવી રહ્યા છે. જન્‍મદિવસની પૂર્વ સંધ્‍યાએથી જ ભરતભાઇ કાનગડને તેમના મો. ૯૪ર૭રર૦ર૯ર ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(2:51 PM IST)