<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ નાનજીભાઇ ખીમસુરીયાનો જન્‍મદિવસ

રાજકોટ : જીલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ એવા એડવોકેટ શ્રી ખીમસુરીયા નાનજીભાઇ રૂડાભાઇનો આજે જન્‍મદિવસ છે.

રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના લોધીકા ગામે જન્‍મેલ. તેઓએ બીએએલએલબી સુધીનો અભ્‍યાસ કરેલ. રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં છેલ્લા ૧૬ વર્ષથી પ્રમુખ તરીકેની કામગીરી નિભાવી રહ્યા છે. લોકોને ગ્રાહક સુરક્ષાનું જ્ઞાન મળી રહે તે માટે સેમીનાર, શિબીર, પરિસંવાદ જેવા કાર્યક્રમો કરી રહ્યા છે. શ્રી અમી મહિલા હસ્‍તકલા ઉત્‍પાદન અને વેચાણ સહકારી મંડળી લીમીટેડ રાજકોટના છેલ્લા ૧૯ વર્ષથી મંત્રી, શ્રી નેશનલ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી, રાજકોટના ચેરમેન તરીકે આઠ વર્ષથી સેવા આપી રહ્યા છે. રાજકોટ શહેર નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં તેમજ રાજકોટ શહેર રેલ્‍વે સલાહકાર સમિતિમાં કાર્યરત છે. તેઓના જન્‍મદિને (મો. ૯૮૭૯પ૯૯રર૦) ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(2:46 PM IST)