હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 7th May 2026
પોરબંદરઃચેનલ ન્યુઝરૂમના દીક્ષિત ઠકરારનો જન્મદિન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૭: ચેનલ ન્યુઝ રૂમ નામની ચેનલ શરૂ કરનાર દીક્ષિત વિપુલભાઇ ઠકરારનો જન્મદિને તેમના ઉપર શુભેચછાઓનો વરસાદ વરસી રહેલ છે.
પોરબંદરમાં અભ્યાસ પૂરો કરી અને તેના પિતા સાથે ચેનલમાં તાલીમ લીધા બાદ ૨૦૧૫માં ઈ ટીવીની ન્યૂઝમાં જોઈન્ટ થયા બાદ અમદાવાદ આવેલ. ત્યારબાદ અલગ અલગ ચેનલમાં કામ કર્યા બાદ છેલ્લા થોડા સમય પહેલા પોતાનું નેટવર્ક ચાલુ કર્યું અને ત્યાર બાદ ડિસેમ્બર ૨૦૨૫ માં પોતાની ચેનલ ન્યુઝ રૂમ નામની ચેનલ શરૂ કરી હતી.
આ ચેનલનું લોન્ચિંગ રાજ્ય ના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા પુરા પ્રધાન મંડળના હાથે તે સમયે કર્યું અને દીક્ષિત ગુજરાતી ન્યુઝ માં અગ્રેસર રહી પોરબંદરનું અને ઠકરાર પરિવારનું ગૌરવ વધારી રહેલ છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
